ચોખંડી મુખ્ય માર્ગ પર આવેલ અનાજ ની દુકાન માં વાન ઘૂસી જતાં અકસ્માત ના લાઈવ ફૂટેજ સીસીટીવી માં કેદ થયા હતા. અકસ્માત ને પગલે દુકાન માં રહેલ સામાન ને નુકસાન પહોંચ્યું હતું . જયારે દુકાન ના કર્મચારીઓ ઘાયલ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા. મળતી માહિતી મુજબ વાન ચાલક ચાવી ગાડીમાં જ રહેવા દઈ સાઈડ પર પાર્ક કરી બહાર ગયો હતો. દરમ્યાન અંદર બેસેલ ૧૫-૧૬ વર્ષ ના બાળકે ગાડી ચલાવતા સામે ગાડી દુકાનમાં ઘુસી ગઈ હતી. ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઇ હતી. હાલ તો વાડી પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

