સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડ્યાની સુચનાથી સુરેન્દ્રનગર સતત કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મારામારી અને મિલકત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તેમજ ચોરી તથા વાહન ચોરી તથા ઘરફોડ ચોરીના આરોપીઓ તાત્કાલીક પકડી પાડવા, તેમજ ગંભીર પ્રકારના ગુન્હાઓ આચરનાર ઇસમો વિરૂધ્ધ ખાસ એકશન પ્લાન તૈયાર કરી, હ્યુમનસોસસ તથા નેત્રમ સી.સી.ટી.વી.તથા ટેકનીકલ સેલની મદદથી ગુન્હાઓ ડીટેકટ કરવા એલ.સી.બી.ની તથા પેરોલ ફલો સ્કોડની અલગ અલગ ટીમો બનાવીને અવાર નવાર ગુનાહિત પ્રવૃત્તિ કરી મારામારીનાં ગુન્હામાં સંડોવાયેલા આરોપી જેમલ ઉર્ફે ભોપા અમરાભાઇ મીર રહે.ભગુપુર વાળાને હદ પાર કરી પાંચ સરહદમાં જિલ્લા રાજકોટ,બોટાદ,સુ.નગર,મોરબી,અમદાવાદ જિલ્લા બહાર હદ પાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

