વડોદરા મહાનગરપાલિકા ની મળેલ સ્થાયી સમિતિ ની બેઠક માં આજે રજૂ થયેલ 9 કામો ને ચર્ચા ના અંતે તમામ કામો ને મજૂરી આપવામાં આવી હતી.
ડો.શીતલ મિસ્ત્રી ની અધ્યક્ષતામાં મળેલ આ બેઠક માં કમિશનર તરફથી 8 કામો ની દરખાસ્ત મુકવામાં આવી હતી.જેમાં રોડ પ્રોજેક્ટ શાખાનું વધારાનું એક કામ ચઢાવવામાં આવ્યું હતું. અને આ તમામ કામોને સભ્યોની સાથે ચર્ચાના અંતે મંજૂરી આપવામાં આવી છે. આજની આ બેઠકમાં ઓડિટ વિભાગ, મિકેનિકલ ખાતું, સયાજીબાગ ઝુ શાખા, પાણી પુરવઠા પ્રોજેક્ટ શાખા, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા,આઈ ટી શાખા જેવા મહત્વના વિભાગોના કામો ને મંજૂરી મળી છે. સમગ્ર માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી.

