ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પાણીના ઝડપી નિકાલ માટે ડભોઈ નગરપાલિકા દ્વારા એક અસામાન્ય પગલું ભરવામાં આવ્યું હતું.
નર્મદા કેનાલનો એક ભાગ તોડી નાખીને વરસાદી પાણીને કેનાલમાં વાળી દેવામાં આવ્યું હતું, જેનાથી પાણીનો ભરાવો દૂર થઈ શક્યો.હાલની પરિસ્થિતિ અને વાહનચાલકોની મુશ્કેલી પાણીનો નિકાલ થઈ ગયા બાદ, નર્મદા કેનાલનો જે ભાગ તોડવામાં આવ્યો હતો તે હજી સુધી પૂરવામાં આવ્યો નથી.
આ ખુલ્લો ભાગ વાહનચાલકો માટે એક મોટો પડકાર બની ગયો છે. ઘણા વાહનચાલકો આ રસ્તાનો ઉપયોગ શોર્ટકટ તરીકે કરતા હતા, પરંતુ હવે કેનાલનો ભાગ તૂટેલો હોવાથી તેઓને લાંબો રસ્તો લેવો પડે છે.આ કારણે, સ્થાનિક વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. તેઓની મુખ્ય માંગ છે કે નગરપાલિકા તૂટેલા ભાગને તાત્કાલિક ધોરણે પૂર્વવત કરે જેથી અવરજવર સરળ બને અને લોકોને બિનજરૂરી હાલાકી ભોગવવી ન પડે.
નગરપાલિકા સામે ઉઠતા પ્રશ્નો આ ઘટનાએ ડભોઈ નગરપાલિકાના વ્યવસ્થાપન પર પણ સવાલો ઉભા કર્યા છે. પાણીના નિકાલ માટે કેનાલ તોડવાનો નિર્ણય યોગ્ય હતો કે કેમ, અને હવે તેને તાત્કાલિક સમારકામ કેમ કરવામાં નથી આવી રહ્યું, તેવા પ્રશ્નો લોકો પૂછી રહ્યા છે. નગરજનો આશા રાખી રહ્યા છે કે નગરપાલિકા આ મામલે સત્વરે ધ્યાન આપીને સમારકામનું કરીને પહેલી તો ક્યાં રસ્તો ચાલુ થાય તેવી માંગ ઉઠવા પામી છે

