40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઉતરાયણ પર્વ પૂર્વે વડોદરા શહેર પોલીસ દ્રારા વાહનચાલકોની સુરક્ષા માટે સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો

વડોદરા: મકરસંક્રાંતિ (ઉતરાયણ)ના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પતંગની ઘાતક દોરીથી થતા અકસ્માતોને અટકાવવા અને તહેવાર આનંદમાં જ ઉજવાય તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા ખાસ સુરક્ષા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ આજે સયાજીગંજ ટ્રાફિક પોલીસ કચેરી ખાતે વાહનચાલકો માટે સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી થતી ગંભીર ઇજાઓ અને જાનહાનિને અટકાવવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં દ્વિચક્રી વાહનચાલકોને ગળા માટેના સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા. સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને માર્ગ સલામતી અંગે સમજ આપવામાં આવી હતી. હેલ્મેટ ફરજિયાત પહેરવું, ઓવર સ્પીડથી વાહન ન ચલાવવું તેમજ તમામ ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી હતી.

વાહનચાલકો દ્વારા વડોદરા શહેર પોલીસની આ પહેલને બિરદાવવામાં આવી હતી. તેમણે પણ અન્ય વાહનચાલકોને અપીલ કરી હતી કે ઉતરાયણ દરમિયાન પોતાની સુરક્ષા માટે સેફટી ગાર્ડનો ઉપયોગ કરે, હેલ્મેટ પહેરીને વાહન ચલાવે અને ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરે.

શહેર પોલીસની આ કામગીરીથી ઉતરાયણ પર્વ દરમિયાન અકસ્માતોમાં ઘટાડો થશે અને તહેવાર સુરક્ષિત તથા આનંદમય બની રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

વડોદરા શહેરમાં મહાનગર પાલિકાની એફોર્ડેબલ હાઉસિંગ યોજનાના અધિકારીઓની ગંભીર બેદરકારી બહાર આવી

admin

વડોદરાના તાંદલજામાં અમન બંગલોઝ ખાતે આવેલ બંગલો નંબર A-31ના ગેરકાયદેસર કરવામાં આવેલ બાંધકામને મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દૂર કરવામાં આવ્યું

admin

MS યુનિવર્સિટીમાં NSUIનું આંદોલન: પ્રવેશ પ્રક્રિયાને લઈને બબાલ અને પોલીસ સાથે ઝપાઝપી

admin

Leave a Comment