અમિત જેઠવાની ગુજરાત પ્રદેશ પ્રમુખ તેમજ રાષ્ટ્રીય પ્રભારી તરીકે નિમણુંક
વડોદરાના અમીત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે વડોદરા ભાજપના કદાવર નેતા અમિત જેઠવાની મહિલા સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં રાષ્ટ્રીય પ્રભારી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરી છે.
અમિતભાઈ જેઠવા ભાજપ પાર્ટી સાથે સક્રિય કાર્યકર્તા તરીકે તેમજ જન સંઘ વખત થી તેમનો પરિવાર ભાજપ સાથે જોડાઈને ભૂમિકા ભજવી દેશ હિત સાથે જોડાયેલો છે. મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી પઢાવો જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેમાં મહિલા પોતાના પગ પર ઊભી થાય અને તેમને રોજગારીની તકો પ્રાપ્ત થાય ઉપરાંત મહિલાઓનું શોષણ થતું બંધ થાય તેવા પ્રયત્નો ચાલુ છે જે સપનું સાકાર કરવા માટે અમિત જેઠવા પર વિશ્વાસ રાખીને મહિલા સશક્તિકરણ અભિયાન અને બેટી બચાવો બેટી ભણાવો અભિયાન ના રાષ્ટ્રીય પ્રભાવી તેમજ ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી આપી છે એ જવાબદારી પાર પાડીશ તેવું તેમને જણાવ્યું હતું.
અમિતભાઈ જેઠવાએ જણાવ્યું કે તેમની ઓફિસ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે 121, 122 અને 123 નંબરની પહેલા માળે આવેલી છે જેમાં કોઈ પણ નાગરિક વગર એપોઈમેન્ટે આવીને તેમને મળી શકે છે અને કોઈ પણ સમસ્યા કે સહાય અંગે મદદ મેળવી શકે છે.

