37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના અટલ બ્રિજ ઉપર ત્રણથી ચાર ગાડીઓ વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો

વડોદરા: અટલ બ્રિજ ઉપર ગઈકાલે રાત્રે ચારથી વધુ ગાડીઓ વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણથી ચાર અલગ-અલગ કંપનીઓની કાર એકબીજાને ટક્કર મારતા બહુવિધ વાહન અકસ્માત બન્યો હતો. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તમામ વાહનોને ભારે નુકસાન થયું છે.

આ અકસ્માતને કારણે અટલ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને કેટલીક વખત સુધી વાહનવ્યવહાર અવરોધાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અટલ બ્રિજ પર વારંવાર વાહનચાલકો વધુ ઝડપે કાર હંકારે છે, જેના કારણે અકસ્માતોની સંખ્યા વધતી જોવા મળે છે. ટ્રાફિક અને મુસાફરીને સરળ બનાવવા માટે નિર્મિત આ બ્રિજ પર ગેરજવાબદાર ઝડપે વાહન હંકારવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

ટ્રાફિક વિભાગ દ્વારા ઝડપ નિયંત્રણ માટે સખ્ત પગલાં અને નિયમોના કડક અમલની જરૂરિયાત અનુભવી રહી છે.

Related posts

વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા મંગળ બજારમાં દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી

admin

વડોદરા રેન્જના આઈ.જી.પી. દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજી

admin

દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળના ગુનામાં ૨૦ (વીસ) વર્ષની સજા પામેલ અને પેરોલ રજા પરથી બારોબાર ફરાર થયેલ કેદીને શોધી કાઢી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

admin

Leave a Comment