31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
લીંબડીસુરેન્દ્રનગર જિલ્લો

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇ-વે પર લીબંડી નજીક જનસાળી ગામનાં પાટીયા પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બે નાં મોત નિપજ્યા.

અમદાવાદ રાજકોટ નેશનલ હાઇ-વે પર જનસાળી પાસે બાઈક અને બોલેરો કાર વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યકિતનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં

અકસ્માત વહેલી વહેલી સવારનાં સમયે સર્જાયો હતો.

જનશાળી ગામનાં પાટિયા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ બોલરો કારનાં ચાલકે બાઈક ચાલકને હાઈવે ઓળંગતા પતિ પત્ની દંપતીને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો.

બેસણાંમાં પતિ પત્ની દંપતી જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

બેસણાંમાં જતી વખતે જનસાલી ગામનાં પાટીયા પાસે રોડ પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જીને બોલરો કાર ચાલક ગાડીને થોડે આગળ મુકીને નાશી છૂટ્યો હતો.

પાણશીણા 108ને જાણ થતાં પાણશીણા 108 ઘટના સ્થળે પહોંચી બંને પતિ પત્નીની ડેડ બોડીને પીએમ.અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

અમદાવાદ જિલ્લાનાં હડાળા ગામનાં વતની રાઠોડ મોબુંભાઈ કેહુભાઈ અને તેમના ધર્મપત્નીન કમુબેન રાઠોડનાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

અકસ્માતની જાણ થતા બગોદરા તથા પાણશીણા પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

વિકાસ સપ્તાહ ૨૦૨૫ અંતર્ગત ચુડા ખાતે વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરાયું

admin

ચુડા તાલુકાના સેજકપર ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયો.

admin

ચુડા તાલુકાનાં ગોખરવાળા ગામમાં ગેરકાયદેસર માછીમારી થતી હોવાની ઘટના પ્રકાશમાં આવી

admin

Leave a Comment