37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
ગુજરાતરાજ્યો

સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ગુન્હામાં સંકળાયેલો એક આરોપી આણંદથી પકડાયો

આંતરરાષ્ટ્રીય સાઈબર સ્લેવરીના રેકેટમાં સંકળાયેલો એક નાસતો ફરતો આરોપી, આણંદમાંથી ઝડપી પાડાયો છે.
આ આરોપી યુવાઓને વિદેશમાં નોકરીના બહાને પ્રથમ થાઈલેન્ડ મોકલતો અને ત્યાર બાદ નદીના રસ્તે ગેરકાયદેસર રીતે મ્યાનમાર પહોંચાડતો. ત્યાં ચાઈનીઝ સાઈબર ગેંગ દ્વારા તેમને સાઈબર ગુનામાં ધકેલવામાં આવતાં જ્યાં તેમને દેશ વિરોધી ઠગાઈ, ઓનલાઇન ચીટિંગ જેવા ગુનાઓમાં મજબૂર કરવામાં આવતાં.

સુરતમાં સાયબર સ્લેવરીના આંતરરાષ્ટ્રીય ગુન્હામાં સંકળાયેલો નાસતો ફરતો આરોપી આણંદ જિલ્લામાંથી સાયબર ક્રાઇમ શાખા દ્વારા ધરપકડ કરવામાં આવ્યો છે. આ ગુન્હામાં અત્યાર સુધીમાં 7 આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે.

આરોપીઓની ગેંગ દેશના વિવિધ રાજ્યોના નોકરી શોધતા લોકોને નોકરીની લાલચ આપી થાઈલેન્ડ મોકલતો હતો. ત્યાંથી તેમને નદીના રસ્તે ગેરકાયદેસરપણે મ્યાનમાર પહોંચાડવામાં આવતા હતા. મ્યાનમારમાં આવેલી ચાઇનીઝ સાયબર ક્રાઇમ કંપનીઓમાં આ માણસોને ભરતી કરી સાયબર ગુન્હા કરાવવામાં આવતા હતા.

આ ગુન્હાની શરૂઆતમાં જ સુરત સાયબર પોલીસ સ્ટેશન પર 30 ઓગસ્ટે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. ગુનાહ ની તપાસ પછી અત્યાર સુધીમાં 7 આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ધરપકડ થયેલો આરોપી અલ્ફાઝ હનિફભાઇ અજીજ મેમનને ન્યાય સમક્ષ રજૂ કરવામાં આવશે. હાલ આ મામલે તપાસ હજી ચાલુ છે.

Related posts

અજમેર શરીફમાં કોમી એકતાના દર્શન : 20મા રોજાએ 11 હજારથી વધુ લોકોએ સાથે કરી ઈફ્તાર

admin

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે ફરતી ઇલેક્ટ્રીક બસમાં યુવાન ઢળી પડતા મોતને ભેટ્યો

admin

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025ની શરૂઆત

admin

Leave a Comment