આજે અષાઢ સુદ પૂર્ણિમા અને ગુરુપૂર્ણિમા છે ત્યારે આ શુભ પાવન અવસર નિમિત્તે સનાતન સંસ્થા દ્વારા શહેરના ગાજરાવાડી સ્થિત પૌરાણિક મહાલક્ષ્મી મંદિર ખાતે આધ્યાત્મિકકાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક વિષયોના ગ્રંથોની પ્રદર્શનીનુ આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે સાત્વિક પૂજાસામગ્રી તેમજ આપણા ઘરોમાં મંદિરોની રચના કેવી હોવી જોઈએ કેવી રીતે પૂજા પ્રાર્થના કરવી તે અંગેનો પ્રદર્શનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.સાથે જ સમાજ જીવનમાં આનંદ તથા અન્ય વિષય પર વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ વિશે સનાતન સંસ્થાનાશ્રીમતી અંશુ સંત દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી

