વડોદરાના તરસાલી બાયપાસ ધનુયાવી ચોકડી પાસે ગોંડલથી સુરત જઈ રહેલી મમરા ભરેલી આઇસર ટ્રક પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો.
વડોદરામાં ગોંડલથી સુરત જઈ રહેલી મમરા ભરેલી આઇસર ટ્રક ધન્યાવી ચોકડી પાસે પલટી ખાઈ ગઈ હતી. જેના પરિણામે રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રકનો ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવા માટે કામગીરી હાથ ધરી છે.

