Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઊર્મિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી

સમા વિસ્તારમાં આવેલી સૌથી મોટી શાળા એટલે કે ઊર્મિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે. એક નાનકડી બાબતમાં વિદ્યાર્થીઓ વચ્ચે એવી ઝપાઝપી થઇ કે ઘટનામા 5 જેટલા વિદ્યાર્થી ઇજાગ્રસ્થ થયા હોવાનું પણ સામે આવ્યુ છે. જેમાંથી એક વિદ્યાર્થીના માથાના ભાગે ગંભીર ઈજા
વડોદરામાં સમા વિસ્તારમાં આવેલી ઊર્મિ સ્કૂલમાં ક્રિકેટ રમવાની વાતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઇ હતી. માહિતી મળી રહી છે કે ઊર્મિ વિદ્યાલયમાં જ્યારે પીટીનો પીરિયડ ચાલી રહ્યો હતો, ત્યારે ક્રિકેટ રમવાની વાતને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી અને મારામારી થઇ હતી.મોટી વાત એ છે કે શિક્ષકો શાળામાં જ હતા તે દરમિયાન વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની છે, ત્યારે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઇને વાલીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

વાલીઓનું કહેવુ છે કે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં હોય ત્યારે વિદ્યાર્થીઓની માટેની તમામ જવાબદારી શાળાની અને શિક્ષકોની છે. શિક્ષકો હોવા છતા માત્ર રમવાની બાબતને લઇને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બનવી અને તેનું ગંભીર સ્વરુપ ઘારણ થવુ, સાથે જ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને શાંત થવાના પ્રયાસ કેમ કરવામાં ન આવ્યા તે અંગે વાલીઓ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે. શિક્ષકો સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓની માગ

Related posts

બરોડા બાર એસોસિયનની ચૂંટણી જુદા જુદા 18 હોદ્દા માટે બરોડા બાર એસોસિએશન ની ચૂંટણી તારીખ 20 ડિસેમ્બરે ના રોજ યોજાશે. ત્યારે આજે ફોર્મ ભરવાના છેલા દિવસે ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાં ફોર્મ ભર્યા

admin

GMERS કોલેજમાં ફી વધારો પાછો ખેંચવાની માગ:વડોદરા NSUIનો ગોત્રી મેડિકલ કોલેજમાં ઉગ્ર વિરોધ; ડીન પર ચલણી નોટો ઉડાવી, પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી

admin

ડભોઈ રેફરલ હોસ્પિટલમાં ‘આરોગ્ય’ જ જોખમમાં ગંદા પાણીના નિકાલના અભાવે કમ્પાઉન્ડમાં લીલ અને મચ્છરોનું સામ્રાજ્ય!

admin

Leave a Comment