વડોદર શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ ખોડિયાર નગર ચાર રસ્તા નજીક આવેલ રાજીવ નગર 2 માં આવેલ જૂનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. મકાન ને ગોડાઉન માં રૂપાંતરિત કરનાર માલિક ને સ્થાનિકો એ દોઢ બે વર્ષ અગાઉ જર્જરિત મકાન અંગે ચેતવ્યા હતા. છતાં પણ મકાન માલિક ના દીકરા દ્વારા તે મકાન નો ગોડાઉન દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો ના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા. જે જર્જરિત મકાન વરસાદ પડતાં તૂટી પડ્યું હતું. જેને લઈ ને સ્થાનિકો એ પાર્ક કરેલ ટુ વ્હીલર વાહનો સહિત એક કાર ને ભારે નુકસાન પહોંચ્યું હતું. જેને લઈ ને સ્થાનિકો એ મકાન માલિક વિરુદ્ધ ભારે રોષ ઠાલવ્યો હતો. તેમજ પાલિકા દ્વારા પણ આવા મકાનો સામે નોટિસ જારી કરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

