સંખેડા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની મનમાની સામે રોષ – લગ્ન નોંધણી ન કરતા નાગરિકોની મામલતદારને રજૂઆત
સંખેડા ગામમાં તલાટી કમ મંત્રી દ્વારા લગ્નની નોંધણી કરવા ઇનકાર કરવામાં આવતાં ગ્રામજનો અને વકીલમંડળમાં નારાજગી વ્યાપી છે. નિયમ મુજબ તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજદાર જ્યારે ગ્રામ પંચાયત ખાતે લગ્ન નોંધણી માટે પહોંચે છે ત્યારે તલાટીશ્રી કોઈપણ લેખિત કારણ વગર અરજી સ્વીકારતા નથી, એવો આક્ષેપ ઉઠ્યો છે.
આ મુદ્દે આજે વકીલ તથા પ્રભાવિત નાગરિકોએ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગણી કરી.
રજુઆતમાં આક્ષેપ કરાયો છે કે તલાટી કમ મંત્રીએ—
હોદ્દાનો દુરુપયોગ કર્યો,
કાયદાનું ઉલ્લંઘન કર્યું,
અને નાગરિકોના બંધારણીય અધિકારોનો ભંગ કર્યો છે.
નિવેદન પ્રમાણે, તલાટીશ્રી લગ્ન નોંધણી માટેની અરજી સ્વીકારવાની ફરજ હોવા છતાં રજિસ્ટ્રાર તરીકેના પોતાના કાયદેસર કાર્યવાહી બાજુએ રહી રહ્યા છે, જેના કારણે અનેક નાગરિકોની કામકાજમાં વિલંબ અને નુકસાન થઈ રહ્યું છે.
નાગરિકોએ મામલતદારને તાત્કાલિક તપાસ શરૂ કરી તલાટી કમ મંત્રીની મનમાની સામે જરૂરી કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવા માંગ કરી છે.

