વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે ડમ્પર ચાલકે એકટીવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
વડોદરા શહેર જિલ્લામાં અકસ્માતના બનાવવામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના સાવલીમાં બની છે. સાવલી વડોદરા રોડ ઉપરના બહુથા ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી.જેમાં ડમ્પર ચાલકે એકટીવા ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા આ અકસ્માતમાં એકટીવા ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક તેઓને સારવાર અર્થે 108 મારફતે વડોદરા ખસેડાયા હતા. હાલ ઇજાગ્રસ્ત એકટીવા ચાલક લસુન્દ્રા ગામનો યુવક હોવાનું જાણવા મળ્યું હતું.

