Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તરસાલી માં વધુ એક લક્ઝરિયસ કારના એન્જિનમાં લાગી આગ

વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી સતત કારમાં આગ લાગવાના બનાવ બની રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં કુલ છ આગના બનાવ બનતાં ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું છે. બે દિવસ પહેલા બપોરે કારેલીબાગમાં પાર્ક કરેલી લક્ઝરિયસ કાર આગમાં બળી ને ખાક થઈ હતી. જ્યારે રાતે તરસાલી રવિપાર્ક વિસ્તારમાં લક્ઝરિયસ કારના એન્જિનમાં આગ લાગતાં કાર માલિક કરણ પાન્ડે અને અન્ય લોકોએ રેતી અને પાણીનો મારો ચલાવી આગ ને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. મકરપુરા ફાયર બ્રિગેડને જાણ કરતાં તે આવી પહોંચી ત્યાં સુધી લગભગ આગ કાબૂમાં લઈ લેતા મોટાભાગની કાર બચી ગઇ હતી.

Related posts

NSS TECHOએ સતત 15મા વર્ષ માટે સ્વ-રક્ષણ શિબિરનું સફળ આયોજન કર્યું

admin

હોળી પર્વે પૂર્વે માદરે વતન જવા માટે એસટી ડેપો ખાતે આદિવાસીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો

admin

વડોદરા શહેરની સ્પાઇનેટિક હોસ્પિટલમાં એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીની આધુનિક ટ્રેનિંગ વર્કશોપ યોજાયો

admin

Leave a Comment