વડોદરામાં આવેલા વાવાઝોડાને પગલે નાગરવાડા ચાર રસ્તા પાસે આવેલ બ્રિજ કોર્નર એપાર્ટમેન્ટની અગાશી તૂટી પડતા વાહનો દબાઈ ગયા હતા.જેથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
વડોદરા શહેરમાં આવેલા વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી.તો બીજી તરફ નાગરવાડા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટની અગાશી ધરાશાઈ થઈ હતી.એપાર્ટમેન્ટની અગાશી અને દીવાલ ધરાશાઈ થતા વાહનો દબાયા હતા.ધરાશાઈ થયેલી દીવાલ નીચે એક કાર સહિત બાઇક દબાઈ ગઈ હતી.ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતાં ફાયર લાશ્કરો બનાવ સ્થળે પહોંચ્યા હતા.જોકે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતાં તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

