30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

શું તમારા વૃધ્ધ માતા પિતાની સાર સંભાળ કરવા કેર ટેકર રાખો છો ? તો થઈ જાઓ સાવધાન….

કેર ટેકર તરીકે કામ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ કિં.રૂ.૪ લાખ થી વધુ મત્તાની ચોરી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરતી કપુરાઈ પોલીસ ટીમ…

વડોદરા શહેરના ડભોઇ વાઘોડિયા રીંગરોડ પર વૃદ્ધાની સાર સંભાળ માટે રાખેલી કેરટેકર મહિલા તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડા 50 હજાર મળીને 4.97 લાખની ચોરી કરીને ફરાર થઈ ગઈ હોવાની આશંકા છે. જેથી વેપારીએ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેને તપાસ કરતા કપુરાઇ પોલીસે સોનાનો હાર, બુટી, ચેન તથા રોકડા રૂપીયા 50 હજાર મળી આવ્યાં ન હતા. ઉર્વિશા ચૌહાણ સીવાય બીજુ કોઈ આવેલ નથી અને ઘરના બન્ને રૂમની તીજોરીના લોક પણ તુટેલ નહોતા. આ બન્ને તિજોરીઓમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી 4.97 લાખની મતાની ચોરી કેરટેકર મહિલાએ કરી હોવાની આશંકા છે. જેથી પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરતા એક મહિલા અને એક ઇસમને ઝડપી પાડી સોના-ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ કિં.રૂ.૪ લાખ થી વધુ મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી

Related posts

વડોદરામાં પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ ભાઈઓ-બહેનો માટે હોળી ઉત્સવ અને સામગ્રી વિતરણ કાર્યક્રમ

admin

ચિન્મય મિશન વડોદરા દ્વારા આગામી રવિવારે ૫૪ કુંડી હનુમાન ચાલીસા મહાયજ્ઞનું ભવ્ય આયોજન

admin

સન્ડે ઓન સાયકલ થીમ પર ફીટ ઈન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સાયકલ રેલી યોજાઈ

admin

Leave a Comment