ગુજરાત સરકાર દ્વારા શસ્ત્ર પ્રોજેક્ટની શરૂઆત વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદ યોજી પ્રોજેક્ટની વિસ્તૃત માહિતી આપવામાં આવી
ગુજરાત પોલીસે ડેટા સંચાલિત પુલિસિંગ પર ભાર મૂકતાં ઈ-ગુજકૉપના ડેટાનું અધ્યયન કરી ફિઝિકલ ક્રાઇમના હૉટ સ્પૉટનું એનાલિસિસ કર્યું છે. જેમાં 4 પ્રમુખ કમિશનરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 પ્રભાવિત પોલીસ સ્ટેશનની ઓળખ કરવામાં આવી છે. જેમાં જાણ થઈ કે, સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યાની વચ્ચે વધારે શારીરિક ગુના થાય છે. જેને લઈને રાજ્યના ડીજીપી વિકાસ સહાયે વિશેષ યોજના હેઠળ ‘SHASTRA'(શરીર સંબંધિત ત્રાસ રોકવા અભ્યાન) પ્રોજેક્ટ લાગુ કર્યો છે. જેની વિસ્તૃત માહિતી વડોદરા શહેર પોલીસના કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા પાણીગેટ પોલીસ મથકે પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી હતી.
રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓ તથા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ એનાલિસીસ કરી તેના પર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેઇલ એનાલીસીસ કરવામાં આવ્યુ તેમાં ધ્યાને આવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે ૨૫ ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં બન્યા છે. એટલુ જ નહિ, આ ગુનાઓ પૈકી ૪૫ ટકા ગુનાઓ સાંજે ૬ થી રાત્રે ૧૨ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે.
વડોદરા શહેરના કુલ-૨૫ પોલીસ સ્ટેશન પૈકી ૭ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ૦ ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યુ છે.
આ પ્રસંગો વડોદરા ના તમામ ઝોનના ડીસીપી એસીપી તથા પોલિસ ઇન્સ્પેક્ટર સહિત અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

