Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડાની તૈયારીઓ શરૂ

સંસ્કારી નગરી વડોદરામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી 2 નવેમ્બરના રોજ ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડો નીકળશે. જેને લઈ નિજ મંદિર માંડવી ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગઈ છે.

ભગવાન વિઠ્ઠલનાથજીનો દેવઉઠી એકાદશીનો વરઘોડો 2 તારીખે શહેરના રાજમાર્ગ ઉપર ભક્તોને દર્શન આપવા નીકળશે. આ અંગે ભગવાન વિઠ્ઠલ નાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે જણાવ્યું હતું કે, વર્ષોની પરંપરા છે કે, વડોદરા ના ચાર દરવાજાના જે ઐતિહાસિક મંદિરો આવેલા છે. વિઠ્ઠલનાથજી મંદિર, રણછોડજી મંદિર , રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર આ બધાના વરઘોડા ગાયકવાડી સમયથી માંડવી વચ્ચેથી નીકળે છે. વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગર પાલિકાએ કરી છે. કરફ્યુ હોય ત્યારે અને વરસાદ હોય ત્યારે પણ કરી છે. જ્યારે માંડવીનું રિસ્ટોરેશન ચાલતું હતું. અગાઉ ત્યારે, પણ મહાનગર પાલિકા તેમજ જે તે એજન્સી કામ કરી રહી હતી. તેણે વ્યવસ્થા આપી હતી. તો આ વર્ષે પણ માંડવીના જજરીત પીલરને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે અને જે રીતે બેરીકેટિંગ કર્યું છે, તો અમને ખાત્રી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા જ છે, એને તૂટવા નહીં દે યોગ્ય વ્યવસ્થા કરશે બેરીકેટ હટાવશે અને આ પાંચ દિવસ જે ભવ્યતાથી શહેરના રાજમાર્ગો ઉપર આ ઐતિહાસિક વરઘોડા નીકળે છે. એ વરઘોડા કાઢવામાં મહાનગર પાલિકા પૂરેપૂરો સહયોગ આપશે. ગઈકાલે રાત્રે કરીએ તો આ વિસ્તારના અમારા કોર્પોરેટરો અમને મુલાકાતે આવ્યા હતા. તેમણે કીધું છે કે અમે પાલિકાના કમિશનરને જાણ કરી છે કે, આ વરઘોડા માટે વ્યવસ્થા આપે તો બહુ સારું કામ કર્યું છે. આ વિસ્તારના કોર્પોરેટરો અને એમની પણ ફરજમાં આવે છે કે, જ્યારે ઐતિહાસિક વરઘોડા નીકળતા હોય તો જન પ્રતિનિધિત તરીકે જ્યારે અમે તમને ચૂંટીને લાવ્યા છે, તો આ તમારી ફરજમાં આવે છે કે કોઈપણ તહેવારની ભવ્યતાને પરંપરા હોય તે જળવાવી જોઈએ. તો કમિશનરનું જે ધ્યાન દોર્યું છે, તો અવશ્ય કમિશનર તરફથી આના માટે કામગીરી કરાવશે અને બધા વરઘોડાની ભવ્યતાની પરંપરા સચવાય એની પૂરેપૂરી વ્યવસ્થા કરશે.

Related posts

વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા ‘ચિત્ર મહોત્સવ 3.0’નું ભવ્ય આયોજન

admin

તાલુકા પંચાયત સાવલી કચેરીનો મુખ્યમાર્ગ થી જોડતો રસ્તો ખુબ જ બિસમાર હાલતમાં

admin

ચોમાસાની શરુઆત પૂર્વે આજવા સરોવર ખાતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા પૂજન

admin

Leave a Comment