છોટાઉદેપુર જિલ્લાના કૃષ્ણાપુરાથી સાંધિયા ગામ અને લુણાદ્રાથી સિંહાદ્રા ગામ તરફ જતા ડામર રોડનું લોકાર્પણ છોટાઉદેપુર જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ,ગામના સરપંચ,ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

