30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ રેલ્વે સ્ટેશન ખાતે મજૂરોને સેફટી ના સાધનો વગર મશીનથી સળિયા કટીંગ કરતા દરમિયાન મશીન છટકી જતા પગમાં મશીન રીલ લાગી જતા ગંભીર ઇજાઓ

ડભોઇ રેલ્વે સ્ટેશન ખાતે પેસેન્જરો ની સુવિધાઓ માટે ઓવરબ્રિજ સહિત ના વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યા હતા જે આજરોજ મજુરી કામ કરતાં મજૂરોને સેફટી ના સાધનો વગર કામગીરી કરતા મશીનથી સળિયા કટીંગ કરતા દરમિયાન મશીન છટકી જતા પગમાં મશીન રીલ લાગી જતા ગંભીર ઇજાઓ પહોંચતા પ્રથમ સારવાર ડભોઇ સરકારી દવાખાના ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ યુવાનને ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી માહિતી મુજબ રેલ્વે સ્ટેશન ખાતે મુસાફરોની સુવિધાઓ માટે ઓવરબ્રિજ સહિત વિકાસના કામો કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા મજૂરી કામ કરતાં મજૂરોને કે લેબર કરતા લેબરોને કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો પહેરાયા વગર કામગીરી કરતા હતા દરમિયાન આજરોજ બપોરના સમયે અંકિત રમેશ કેરાર એમ પી ગામ કહઠુ સેફટી ના સાધન વગર કટર મશીન વડે સળિયા કાપતો હતો દરમિયાન કટર મશીન એકાએ છટકી જતા અંકિતના પગમાં વાગી જતા લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત ને પ્રથમ સારવાર માટે સમય સરકારી દવાખાને લાવવામાં આવ્યા હતા જ્યાં પગમાં ગંભીર ઇજાઓ હોવાને કારણે વધુ સારવાર માટે વડોદરા એસએસસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા… ત્યારે કરોડો રૂપિયાના કામ કરતાં કોન્ટ્રાક્ટરોની બેદરકારી સામે આવી હતી… મજૂરી કરતા કારીગરો માટે સેફટી ના સાધનો કેમ આપવામાં ન આવ્યા જો સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા હોત તો આ મજુર કારીગરને પગે ઇજા પહોંચી ન હોતનું અન્ય મજૂર કારીગરો જણાવતા હતા…

Related posts

વડોદરાના નિતિન ડોંગા (મામા) કોર્પોરેટર, વોર્ડ નં. ૧૦ દ્વારા ગણેશ વિસર્જનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેર ની દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે સંકલન બેઠક મળી

admin

વડોદરા શહેર રાવપુરા જૂની કલેકટર કચેરી પાસે આવેલ સીટી સર્વેની ઓફિસના કમ્પાઉન્ડ ખાતે મોટુ વૃક્ષ ધરાશાહી

admin

Leave a Comment