33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે અગીયારસો એકાવન વ્યંજનો નો ભવ્ય અન્નકૂટ સંપન્ન

વિક્રમ સંવત ના નૂતન વર્ષ નો પ્રારંભ એટલે ગોવર્ધન પૂજા. સદીઓથી ચાલતી આ સનાતની પરંપરા અનુસાર નૂતન વર્ષ ના પ્રારંભે વર્ષા રૂતુ ના અંતે ઉગેલા નવલા ધાન્ય ને ભગવાન ને ભોગ ધરાવવા ની વિધિ એટલે અન્નકુટોત્સવ.
પ્રતિ વર્ષ ની માફક બી એ પી એસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે એક હજાર એકસો એકાવન વ્યંજનો નો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો.જેમા મુખ્યત્વે ૧૬૪ પ્રકારની મિષ્ટાન્ન,૧૦૧ બેકરી આઈટમ, ૨૪૬ અવનવા ફરસાણ,૧૫૦ જાતના શાકભાજી જેવી અનેકવિધ વાનગીઓ ને સુશોભિત કરીને પ્રભુ પ્રતિમાઓ સન્મુખ ગોઠવવામાં આવી હતી.
સવારે સાડા દસ વાગ્યે મંદિર ના પૂજ્ય સંતો તથા શહેરના મહાનુભાવો ની ઉપસ્થિતિ માં ગોવર્ધન પૂજા બાદ અન્નકૂટ ની મુખ્ય આરતી થી આરંભાયેલ આ અન્નકૂટ દર્શન નો અંદાજે પંચોતેર હજારથી વધુ ભાવિક ભક્તો એ લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Related posts

વડોદરા શહેરમાં ઝાડા ઉલટી કમળા અને ટાઈફોડના દર્દીમાં વધારો નોંધાયો

admin

વડોદરા શહેરના નવાપુરા કેવડા બાગ ખાતે ની સહાય માનવ કલ્યાણ સંગ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ અને દિવ્યાંગો માટે ગરબાનું આયોજન

admin

વારસિયા વિસ્તારમાં સિંધ કો-ઓપરેટીવ બેંક ખાતે 77મો ગણતંત્ર દિવસ ભાવભેર ઉજવાયો..

admin

Leave a Comment