સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે દિવ્યાંગ બહેનોની દીકરીઓને ગૌરી વ્રતના છેલ્લા દિવસે વિવિધ પ્રકારના ફ્રુટ તેમજ લસ્સી વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો
જેમાં દિવ્યાંગ લોકોની દીકરીઓ કે જેઓએ ગૌરી વ્રતનું વ્રત કર્યું હોય તે તમામ કુવારીકાને ફ્રુટ અને લસ્સી વિતરણ કરી તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું કામ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં 50 જેટલી કુવારીકાઓએ આ વિતરણ નો લાભ લીધો હતો સાથે જ સાઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા હિંદુ તહેવારોની ઉજવણી જરૂરિયાતમંદ લોકો સાથે કરવામાં આવે છે અને તેઓના ચહેરા પર સ્મિત લાવવાનું આ કામ સાઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા ૬ વર્ષથી આવા કાર્ય કરતું આવ્યું છે સાંઈ શક્તિ સેવા ગ્રુપ દર ગુરુવારે અવધૂત ફાટક પાસે માંજલપુર પાસે આવેલ શ્રી બળીયાદેવ મહારાજ મંદિરે અન્નક્ષેત્ર ચલાવે છે તેમજ સાઈ શક્તિ સેવા ગ્રુપ હર હંમેશ લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કરે છે આ કાર્યક્રમને સફળ બનાવવા સાઈ ગ્રુપના તમામ સભ્યો તથા દિવ્યાંગ સખી સહેલી ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક અમનદીપ કૌર તેમજ તમામ દાતાઓનો સાઈ શક્તિ સેવા ગ્રુપના સંચાલક વિકી શ્રીમાળી એ આભાર માન્યો હતો*

