33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ તાલુકાના પલાસવાડા નજીક આવેલ લેવલ ક્રોસિંગ પર ટ્રાફિક જામથી મળશે રાહત

રેલવે દ્વારા સુધારણા કાર્ય પ્રગતિ પર પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર પ્રતિપનગર–એકતાનગર ખંડમાં સંરક્ષા વધારવા તથા ટ્રેનોની ગતિમાં વધારો કરવાના ઉદેશ્યથી અનેક મહત્વપૂર્ણ કાર્યો પ્રગતિ પર છે. આ જ ક્રમમાં ડભોઈના પલાસવાડા નજીક આવેલ લેવલ ક્રોસિંગ એટલે કે સમપાર ફાટક નંબર 20 પર રોડ ઓવર બ્રિજ (ROB)નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. નિર્માણ કાર્ય દરમિયાન માર્ગ વાહનવ્યવહાર સુચારુ રીતે ચાલુ રહે તે માટે રેલવે દ્વારા એક ડાયવર્ઝન રોડ વિકસાવવામાં આવ્યોછે.જનપ્રતિનિધિઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા આ લેવલ ક્રોસિંગ પર થતા ટ્રાફિક જામની સમસ્યાથી મુક્તિ માટે ડાયવર્ઝન રોડને વધુ પહોળો કરવાની માંગને ધ્યાનમાં લઈને વડોદરા મંડળ દ્વારા ઝડપી ગતિએ કામ શરૂ કરવામાં આવ્યું છે

LC–20 (પલાસવાડા) લેવલ ક્રોસિંગ પર વડોદરા તરફ જતાં માર્ગના એક્ઝિટ પર સ્થિત સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનોના અટકવાનો સમય ઓછો થયો છે. આ જ રીતે, ડભોઈ તરફથી આવતી જૂની સડક પર પણ સ્પીડ બ્રેકર દૂર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સડકની ખરાબ તથા ઊબડખાબડ સપાટીને સુધારીને પુનઃ ડામરીકરણ કરવામાં આવ્યું છે.ડભોઈ પલાસવાડા લેવલ ક્રોસિંગ પર અગાઉ લિફ્ટિંગ બેરિયર (બૂમ)ની લંબાઈ માત્ર 6.50 મીટર હતી, જેને હવે વડોદરા મંડળના એન્જિનિયરિંગ વિભાગ તથા ગુજરાત રાજ્ય સરકારના માર્ગ અને મકાન (R&B) વિભાગ દ્વારા સંયુક્ત સ્થળ નિરીક્ષણ બાદ વધારીને 8.20 મીટર કરવામાં આવી છે. પરિણામે હવે ડભોઈ તથા વડોદરા બંને દિશાઓથી આવતાં વાહનો માટે અલગ-અલગ આશરે 8.00 મીટર પહોળો માર્ગ ઉપલબ્ધ થશે, જેના કારણે વાહન વ્યવહારના પ્રવાહમાં નોંધપાત્ર સુધારો થશે.ગુજરાત રાજ્ય સરકારના (R&B) વિભાગ દ્વારા એપ્રોચ રોડને વધુ પહોળો કરવાનું કાર્ય પણ પ્રગતિ પર છે. પહોળાઈનું કાર્ય પૂર્ણ થયા બાદ રેલવે દ્વારા સડકના કિનારે 100 મીટર તથા 200 મીટરના અંતરે લેવલ ક્રોસિંગ સૂચક બોર્ડ સ્થાપિત કરવામાં આવશે, જેનું નિર્માણ કાર્ય અગાઉથી જ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. ઉપરાંત, દૃશ્યતા વધારવાના હેતુથી હાઇટ ગેજ પર પણ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. વડોદરા મંડળ દ્વારા લેવાયેલા આ સમન્વિત તથા સુધારાત્મક પગલાંઓના પરિણામે આવનારા દિવસોમાં પલાસવાડા લેવલ ક્રોસિંગ પર થતી ટ્રાફિક જામની સમસ્યાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.

Related posts

સ્વચ્છતા હી સેવા -2025 સ્વચ્છોત્સવ અંતર્ગત સ્વચ્છતાનો કાર્યક્રમ ડભોઇ નગરના વિવિધ સ્થળો પર રાખવામાં આવ્યો

admin

ડભોઇ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમ ખાતે રામ ચરિત માણસ 27 કલાક નો પાઠ

admin

વડોદરા શહેરના અટલ બ્રિજ ઉપર ત્રણથી ચાર ગાડીઓ વચ્ચે અથડામણ થતા અકસ્માત સર્જાયો

admin

Leave a Comment