છોટાઉદેપુરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ તેમજ ધ્રિરજ મેડિકલ કોલેજ પીપળીયાના સહયોગથી સમયસર નિદાન થાય તે હેતુથી આજરોજ છોટાઉદેપુર જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ઝોઝ ખાતે આયુષ્માન ભવ: મેડિકલ કેમ્પ સાથે એક્ષરે નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ભાગ લીધો હતો. આયુષ્માન ભવ: મેડિકલ કેમ્પ અતર્ગત ધીરજ મેડિકલ કોલેજ માંથી આવેલા વિવિધ નિષ્ણાત ડોક્ટોટરની ટીમ દ્વારા લાભાર્થીની તપાસ કરી ટીબી રોગના નિદાન માટે એક્ષરે કાઢવામાં આવ્યા હતા, કેમ્પમાં તેમનું વજન તેમજ લોહીની તપાસ કરી ડોકટર પાસે ચેકઅપ કરી દવા ગોળી આપવામાં આવી હતી. આયુષ્માન ભવ: મેડિકલ કેમ્પ સાથે એક્ષરે નિદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો મનહર રાઠવા તેમજ સામુહીક આરોગ્ય કેન્દ્ર ઝોઝ નાં સુપ્રિટેન્ડેન્ટ મેડિકલ ઓફિસર ડો આશીષ રામદાની, તથા ધીરજ મેડિકલ કોલેજ ની ટીમ તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે થી,સીનીયર લેબોરેટરી સુપરવાઇઝ પરેશભાઈ વૈદ્ય,સીનીયર ટીબી ટ્રીટમેન્ટ સુપરવાઇઝ મનહરભાઈ વણકર , તેમજ તાલુકા એસ આઈ પ્રવિણભાઈ પરમાર તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ ના લેબટેકનિશિયન કાજલ પરમાર ,રાજેશ રાઠવા ,MPHW આશા સહિત નાં આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મોહસીન સુરતી છોટાઉદેપુર

