છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઇ આજે સવારથી ઉમેદવારોનો ફોર્મ ભરવા માટે રાફડો ફાટ્યો હતો. બસપા આપ કોંગેસ અને ગુજરાત સર્વ સમાજ પાર્ટી અને અપક્ષ મળી કુલ 47 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. કુલ ઉમેદવારી ફોર્મનો આંકડો 51 પર પહોંચ્યો છે.
છોટાઉદેપુર સેવાસદન ખાતે આજરોજ સવારથી જ અલગ અલગ રાજકીય પાર્ટીઓ અને અપક્ષો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પોતાના સમર્થકો સાથે ઢોલ તાસા લઈ પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. અને પોત પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. આ પ્રસંગે બ.સ.પા શહેર પ્રમુખે 15 થી વધુ બેઠકો મેળવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ નગરપાલિકા ચૂંટણી પ્રભારી અર્જુન રાઠવા એ પણ જીતનો આશાવાદ વ્યસ્ત કર્યો હતો. 16 ફેબ્રુઆરીએ યોજાનાર છોટાઉદેપુર નગરપાલિકાની સાત બોર્ડની 28 બેઠકો માટે આજે 47 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. અને કુલ બે દિવસમાં મળી 51 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

