દેશ સાથે વડોદરા શહેર દેશપ્રેમના રંગમાં રંગાયું છે ત્યારે વડોદરાનું પૌરાણિક અને ઐતિહાસિક ગાયકવાડી શાસનનું 350 વર્ષ જુના બહુચરાજી મંદિર ખાતે માતાજીને તિરંગા આભૂષણોનો શણગાર કરવામાં આવ્યું હતો,માઈ ભક્તિ સાથે આજે માં બહુચરાજી માતાના મંદિરે દેશભક્તિનો પણ સુંદર સમન્વય થયો હતો.મોટી સંખ્યામાં ભક્તોએ મંદિરમાં દર્શન કરી દેશપ્રેમમાં અભિભૂત થયા હતા.

