અટલાદરા વિસ્તારમાં બરોડા સિટિઝન્સ કાઉન્સિલ દ્વારા આયોજીત બાલ ગરબા મહોત્સવ-2024માં આઠમા નોરતે બાળકો ટ્રેડિશન ઓફ ઇન્ડિયા થીમ આધારિત ગરબામા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
બરોડા સિટીઝન્સ કાઉન્સિલ (બીસીસી) છેલ્લા 58 વર્ષોથી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા છે જેમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સાથે જ મહિલાઓના વિકાસ માટે પણ કાર્યરત છે. આ બરોડા સિનિયર સિટીઝન્સ દ્વારા વર્ષ-2007-08 થી બાલ ગરબાનું આયોજન શહેરમાં કરવામાં આવે છે જેની શરુઆતમાં શહેરના જૂના પાદરારોડ ત્યારબાદ એલેમ્બિક મેદાન અને હવે અટલાદરા રિલાયન્સ મોલની સામે કરવામાં આવ્યું છે. અહીં જાણીતા ગાયક સનત પંડ્યા તથા તેમના વૃંદ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ ના ગરબા પીરસવામાં આવી રહ્યાં છે. અહીં આ વર્ષે ગરબામા નવ દિવસ બાળકો માટે અલગ અલગ થીમ રાખવામાં આવી છે જેમાં આઠમના દિવસે ટ્રેડિશન ઓફ ઇન્ડિયા થીમ પર ઘણાં બાળકો ગરબામા જોડાયા હતા અલગ અલગ દિવસે બેસ્ટ ગરબા તથા બેસ્ટ ડ્રેસીસ માટે બાળકોને પસંદ કરી ઇનામ આપવામાં આવે છે તથા આવતીકાલે વિજેતા બાળકો વચ્ચે પ્રતિસ્પર્ધા બાદ મેગા ઇનામો આપવામાં આવશે.

