Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અટલાદરા વિસ્તારમાં બરોડા સિટિઝન્સ કાઉન્સિલ દ્વારા આયોજીત બાલ ગરબા મહોત્સવ-2024

અટલાદરા વિસ્તારમાં બરોડા સિટિઝન્સ કાઉન્સિલ દ્વારા આયોજીત બાલ ગરબા મહોત્સવ-2024માં આઠમા નોરતે બાળકો ટ્રેડિશન ઓફ ઇન્ડિયા થીમ આધારિત ગરબામા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં

બરોડા સિટીઝન્સ કાઉન્સિલ (બીસીસી) છેલ્લા 58 વર્ષોથી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરતી સંસ્થા છે જેમાં બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સાથે જ મહિલાઓના વિકાસ માટે પણ કાર્યરત છે. આ બરોડા સિનિયર સિટીઝન્સ દ્વારા વર્ષ-2007-08 થી બાલ ગરબાનું આયોજન શહેરમાં કરવામાં આવે છે જેની શરુઆતમાં શહેરના જૂના પાદરારોડ ત્યારબાદ એલેમ્બિક મેદાન અને હવે અટલાદરા રિલાયન્સ મોલની સામે કરવામાં આવ્યું છે. અહીં જાણીતા ગાયક સનત પંડ્યા તથા તેમના વૃંદ દ્વારા ગુજરાતી સંસ્કૃતિ ના ગરબા પીરસવામાં આવી રહ્યાં છે. અહીં આ વર્ષે ગરબામા નવ દિવસ બાળકો માટે અલગ અલગ થીમ રાખવામાં આવી છે જેમાં આઠમના દિવસે ટ્રેડિશન ઓફ ઇન્ડિયા થીમ પર ઘણાં બાળકો ગરબામા જોડાયા હતા અલગ અલગ દિવસે બેસ્ટ ગરબા તથા બેસ્ટ ડ્રેસીસ માટે બાળકોને પસંદ કરી ઇનામ આપવામાં આવે છે તથા આવતીકાલે વિજેતા બાળકો વચ્ચે પ્રતિસ્પર્ધા બાદ મેગા ઇનામો આપવામાં આવશે.

Related posts

વાલ્મિકી સમાજ માટે સામાજિક–શૈક્ષણિક સ્થળ ફાળવવાની માંગ સાથે સિદ્ધાર્થ ટ્રસ્ટનું કલેકટરને આવેદનપત્ર

admin

વડોદરા શહેરમાં નાની મોટી ચોરીના બનાવો સતત સામે આવતા હોય છે તેવામાં વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં ફરી એકવાર ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

admin

વડોદરાના ગોરવા સુકુંન-2 હાઇટ્સ ફ્લેટનાં મકાનમા લાગી આગ

admin

Leave a Comment