ડભોઇ મહુડી ભાગોળ માછી વાડા અને બેગવાડા સહિત આવેલી આંગણવાડી ખાતે આજે બાળ વીર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષા માં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ ઝાંસીની રાણી પોલીસમેન આર્મી ડોક્ટર એન્જિનિયર વિગેરે નાના બાળકોએ પ્રદર્શન કરીને ઉપસ્થિત વાલીઓના મન મોહિત કરી દીધા હતા નાના માસુમ બાળકોમાં અલગ અલગ ટેલેન્ટ જળવાઈ રહે તેને લઈને બાલવાડીની શિક્ષિકાઓ દ્વારા આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેને લઈને બાળકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો કાર્યક્રમનું આયોજન કરનાર શુકલ જાગૃતિબેન અભય કુમાર ધોબી પૂર્ણિમાબેન રાજેશ કુમાર આ કાર્યક્રમમાં વાલીઓ તથા બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

