બાંગ્લાદેશીઓને ભારતનું નાગરિકત્વ મેળવવા માટેના નકલી દસ્તાવેજો બનાવી આપનાર એજન્ટ સહિત એક બાંગ્લાદેશીની ધરપકડ કરતી ગુજરાત ATS
આરોપી સોએબ કુરેશી ના અલ કુરેશી એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તપાસ દરમિયાન આધાર કાર્ડ બનાવવાના 22 નકલી સર્ટી મળી આવેલા સાથે આરોપીના કોમ્પ્યુટરની તપાસ કરતા આધાર કાર્ડ બનાવવા માટેના નકલી સર્ટી 300 થી વધારે નકલો, પાનકાર્ડની બનાવટી નકલો જન્મના દાખલાની બનાવટી નકલો તથા અન્ય ડોક્યુમેન્ટ મળી આવેલા.
બંને આરોપી મોહમદ દિદારૂલ આલમ ઉર્ફે રાણા સરકાર અન્ય આરોપી સોએબ મોહમદ કુરેશી વિરુદ્ધ પાસપોર્ટ એક્ટ તથા ધી ફોરેનસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.

