Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર થયેલી 4 લાખ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢતી બાપોદ પોલિસ

ધારાસભ્ય શૈલેષ મહેતાના પેટ્રોલ પંપ પર થયેલી 4 લાખ ની થયેલ ચોરી ના ગુન્હા ને ગણતરી ના કલાકો માં ઉકેલી કાઢતી બાપોદ પોલિસ..
પેટ્રોલ પંપ ના કર્મચારી ચિરાગ પટેલ ની ફરિયાદ ના આધારે પેટ્રોલપંપ ની ઓફીસ નો નકુચો તોડી આશરે 4 લાખ ની મત્તા ચોરી ને રફુ ચક્કર થયેલા તસ્કરો ને ગણતરી ના કલાકો માં 3,84,940 ની મત્તા રિકવર કરી આરોપી ઓ ને ઝડપી બાપોદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી.

બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા

પેટ્રોલપંપની ઓફીસના દરવાજાનો નકુચો ખોલી ઓફીસની અંદર લોખંડની તીજોરીમાં રાખેલ રોકડ રૂપિયા આશરે રૂ.૪,૦૦,૬30/- ની મત્તાની ઘરફોડ ચોરી કરનાર ચોર ઇસમોને હ્યુમન તથા ટેકનિકલ રીસોર્સિસ માધ્યમથી ગણતરીના કલાકોમા પકડી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરતી વડોદરા શહેરની બાપોદ પોલીસ ટીમ

મે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી નરસિમ્ફા કોમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર સા.શ્રી ડો.લીના પાટીલ સાહેબ તથા મે.નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૪ શ્રી એન્ડ્રુઝ મેકવાન સાહેબ તથા મે.મદદનીશ પોલીસ કમિશ્નર “જી” ડિવીઝન શ્રી એમ.પી.ભોજાણી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબધી ગુના તથા ચોરીના આરોપી તથા મુદ્દામાલ શોધી કાઢવા તથા મિલ્કત સબંધી ગુનો કરવાની ટેવવાળા ઇસમોને પકડી અસામાજિક પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.કે.ગુર્જર સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ.

બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૫૦૫૪૭/૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૫(ક), ૩૩૧(૪) મુજબનો ગુનો નોંધાયેલ હોય સદર ગુનાના ફરીયાદીશ્રી ચિરાગ રાજેશભાઇ પટેલ રહે, મ.નં-૨૪૨ સમૃધ્ધિ સફાલીયા મહાનગરની સામે સોમાતળાવ વડોદરા શહેર નાઓની ફરીયાદના કામે ગઇ તા.૨૧/૦૯/૨૦૨૫ ના કલાક ૦૦/૪૫ વાગ્યાથી ૦૬/૦૦ વાગ્યા દરમિયાન નીચે જણાવેલ આરોપીઓએ પેટ્રોલપંપના ઓફીસના દરવાજાનો નકુચો ખોલી ઓફીસમા ચોરી કરવાના ઇરાદે ગેર કાયદેસર પ્રવેશ કરી લોખંડની તીજોરીમાં રાખેલ રોકડ રૂપિયા આશરે રૂ.૪.૦૦,૬૩૦/- ની મત્તાની ઘરફોડ ચોરી કરેલ હોય આ ફરીયાદના આધારે બાપોદ પોલીસ સર્વેલન્સ ટીમના માણસોએ અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાના સીસીટીવી ફુટેજ તેમજ હ્યુમન તથા ટેકનીકલ રીસોર્સિસ તેમજ યુક્તિ પ્રયુક્તિથી સદર ઘરફોડ ચોરીનો ગુનો ડીટેકટ કરી આરોપીઓ પાસેથી રૂપિયા ૩,૮૪,૯૪૦/- ની મુદ્દામાલ રીકવર કરી આરોપી પકડી પાડી તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી બાપોદ પોલીસ સર્વેલન્સે ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:-

(૧) વિપુલ દિપકભાઈ વઢવાણીયા રહે, મ.નં-૫૮ ગૂરૂકુલ સોસાયટી બાપોદ જકાતનાકા વાઘોડીયા

રોડ વડોદરા શહેર

(૨) રાહુલ ગોવિંદભાઇ દેવીપુજક રહે જોગણીમાતા મંદીર પાસે આવેલ ઝુપડપટ્ટીમા બાપોદ જકાતનાકા વાઘોડીયાન રોડ વડોદરા શહેર

(૩) દિપક વિષ્ણુભાઇ દેવીપુજક રહે જોગણીમાતા મંદીર પાસે આવેલ ઝુપડપટ્ટીમા બાપોદ જકાતનાકા વાઘોડીયાન રોડ વડોદરા શહેર

(૪) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક.

કબ્જે કરેલ મુદ્દામાલ:-

જુદા-જુદા દરની ચલણી નોટો રોકડા રૂ.૩,૮૪,૯૪૦/-

ડીટેકટ થયેલ ગુનાની વિગત :-

બાપોદ પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં-૧૧૧૯૬૦૦૨૨૫૦૫૪૭/૨૦૨૫ ભારતિય ન્યાય સંહીતા ૨૦૨૩ ની

કલમ ૩૦૫(8),૩૦૬,૩૩૧(૪),૬૧(૨) મુજબ

બાપોદ પોલીસ સ્ટેશન વડોદરા

Related posts

હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા 300 બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

admin

ચોરોએ 2 વર્ષની બાળકી પર તલવાર મૂકી પરિવારને ડરાવી ચોરીને અંજામ આપ્યો

admin

ગુજરાત ઈલેક્ટ્રીક સીટી એમ્પ્લોઝ યુનિયન સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment