શહેરના મનીષા ચોકડીથી વાસણા તરફ રોડ પર જતા માર્ગ પર ભુવો પડવાની સ્થિતિ સર્જાઇ છે.ત્યારે લોકોમાં ભય ફેલાયો છે.
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મનીષા ચોકડી થી વાસણા તરફ રોડ જતા માર્ગ પર ભુવો પડવાની સ્થિતિ સર્જાઇ છે.સમગ્ર રોડ બેસી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ગત રોજ એક ઓટો રીક્ષા અહીં ફસાઈ ગઈ હતી.જોકે, સદનસીબે કોઈ જાનહાની ન થઈ.ત્યારે,સ્થાનિકો દ્વારા વૃક્ષો અને બેરીકેટ લગાવવામાં આવ્યું છે.હાલ મહાનગર પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે,તેવી સૂચના દર્શાવતું બોર્ડ લગાવાયું છે. પરંતુ કોઈ પણ કામગીરી કરવામાં આવી ન હતી.કોઈ મોટી હોનારત થાય તો જવાબદાર કોણ ? તેવા સવાલો ઉઠવા પામ્યા છે.

