36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આરોગ્યની કથડથી સ્થિતિને લઈને ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષ મેદાનમાં

છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકામાં આરોગ્યની કથડથી સ્થિતિને લઈને ખુદ ભાજપના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા મેદાનમાં છે. કવાટ તાલુકાના મોટી કઢાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરના બદલે પટાવાળા દ્વારા દવા આપતા હોવાનું વિડિયો ભાજપના કારોબારી અધ્યક્ષ એ વાયરલ કર્યો હતો. કવાટ તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવાની મુલાકાત દરમિયાન આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી હતી. સરકાર દ્વારા અદ્યતન સુવિધા વાળું હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે. પરંતુ ત્યાં ડોક્ટર ન હોવાને લઈને પટાવાળા દ્વારા દર્દીઓને દવા આપવામાં આવી રહી છે. મુખ્ય એમબીબીએસ ડોક્ટર જે કવાટ તાલુકાના શેડીવાસણ ગામે કાર્યરત હોય અને મોટી કઢાઈ ગામે તેઓનો ચાર્જ હોય અઠવાડિયામાં બે દિવસ તેઓ મોટી કઢાઈ જતા હોય છે. ત્યારે બીજા દિવસો નર્સ અને પટાવાળા દ્વારા દર્દીઓને આરોગ્યની તકલીફો માટે દવાઓ આપવામાં આવે છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે.આરોગ્ય વિભાગના આરસીએચઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પહોંચ્યા હતા. અને ઘટનાની જાણકારી લીધી હતી. જ્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવીન ડોક્ટરની ભરતી કરવામાં આવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે.

Related posts

વિધાનસભાના સત્ર દરમિયાન ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ મંત્રીને સવાલ છોટાઉદેપુર જિલ્લાના કેટલી ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવેલી છે ?

admin

છોટાઉદેપુર જિલ્લાના 11 જેટલા નાના મોટા બ્રિજોની ચકાસણી કરતી માર્ગ અને મકાન વિભાગ આલેખન વર્તુળ ગાંધીનગરની ટીમ

admin

છોટાઉદેપુર તાલુકાના એકલબારા ગામે આજે રોજગાર દિવસ નિમિમે મનરેગા યોજના અંતર્ગત રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી.

admin

Leave a Comment