Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં સાંઈ શક્તિ સેવા ગ્રુપ દ્વારા ધાબળા વિતરણ સેવા

સાંઈ શક્તિ સેવા ગ્રુપ વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર વસતા શ્રમિકો અને જરૂરીયાતમંદ લોકોને રાહત મળે તે હેતુથી ધાબળા વિતરણ કરવામાં આવ્યું હતું.

સંસ્થાના સભ્યોએ વડોદરાના SSG હોસ્પિટલ સામે, ફતેગંજ બ્રિજ નીચે, કારેલીબાગ વિસ્તાર, જેલરોડ સહિતના વિવિધ વિસ્તારોમાં પહોંચીને સતત 6મા વર્ષે ધાબળા વિતરણની સેવા અવિરત રીતે નિભાવી.

ઉલ્લેખનીય છે કે સાંઈ શક્તિ સેવા ગ્રુપ છેલ્લા 5 વર્ષથી વડોદરા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને સહાય પહોંચાડીને સમાજહિતના ઉમદા કાર્યો કરી રહ્યું છે. ગુરુવારે SSG હોસ્પિટલ ખાતે વૈષ્ણવ ભોજનસેવા સાંઈ પ્રસાદી અન્નક્ષેત્ર અને શ્રી બળીયાદેવ મહારાજ મંદિરે ભૂખ્યા લોકોને ભોજન સેવા જેવી પ્રવૃત્તિઓ નિયમિત રીતે યોજવામાં આવે છે.

આ ધાબળા વિતરણ કાર્યક્રમમાં સહભાગી તમામ દાતાશ્રીઓ તેમજ સાંઈ શક્તિ સેવા ગ્રુપના તમામ સભ્યોનો સંચાલક શ્રી વિકિ શ્રીમાળીએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

Related posts

રોડ ખોદીને વરસાદી કાંસ નાખી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા પાલિકાના રૂપિયાનો વ્યય કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ

admin

ડભોઇમાં રસ્તાને લઈને ઉગ્ર આંદોલન : ૧૦ ગામના લોકો રોડ પર ઉતર્યા

admin

પાયોનીયર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત પ્રયાસ બાદ તણાવ, NSUIનો ઉગ્ર વિરોધ

admin

Leave a Comment