40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ચુડાસુરેન્દ્રનગર જિલ્લો

ચુડાનાં ચચાણા ગામની ઘરફોડ ચોરીનાં રીઢા ગુનેગાર સામે BNSનો ગુન્હો નોંધયો.

નોંધનીય છે કે ગત ૨૭ ઓક્ટોબરે ચુડા તાલુકાના ચચાણા ગામે માલધારીના રહેણાંકના મકાનોમાં ૪,૩૦,૬૦૦ ની ચોરીનો અંજામ આપવામાં આવ્યો હતો.

ચુડા પીએસઆઇ એચ.એચ.જાડેજા અને પોલીસ ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા બનાવના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તથા પૂછપરછમાં ચચાણા ગામે માલધારીના ઘરમાં થયેલી ચોરીમાં ધોળકાનો રીઢો ગુનેગાર પૂનમ ઉર્ફે પુનીયા ઠાકોરની સંડોવણી બહાર આવી હતી.

પૂનમ ઉર્ફે પુનિયાએ કબુલાત કરતાં જણાવ્યું હતું કે ચચાણા ગામે કરેલી ચોરીના દાગીના તેની પત્ની હકુ સહિત રમેશ ઠાકોર અને સોનલ ઠાકોરને આપ્યા હતા.
આ ત્રણેયે સોનાના દાગીના અમદાવાદ ખાતે માણેકચોકમાં વેચ્યા હોવાની માહિતી મળી હતી.

ચુડા પોલીસ દ્વારા નાસતા ફરતા ત્રણેય આરોપી અને મુદ્દામાલ કબ્જે કરવા કવાયત હાથ ધરી હતી.

પુનીયા ઠાકોર સહિત તમામ આરોપીને ચુડા પોલીસે ઝડપી પાડીને મુદ્દામાલ કબજે કર્યો હતો.ત્યારે કનુ ઠાકોર અને હકુ પુનીયા ઠાકોર તથા સોનલ ઠાકોરને દબોચી લીધા હતાં અને કુલ ૩,૩૪,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ચુડા પીએસઆઇ જે.જે.જાડેજા તથા તેમની ટીમે સુરેન્દ્રનગર જિલ્લામાં તથા અમદાવાદ ગ્રામ્ય,ખેડા,બોટાદ, મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર મુખ્ય આરોપી પુનમ ઉર્ફે પુનીયા ઠાકોર સામે BNSનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર : ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર

Related posts

ચોટીલામાં બિયારણ ન મળતા ખેડૂતોએ મચાવ્યો હોબાળો

admin

મુળી તાલુકાનાં ગઢડામાં ભુગર્ભ ગટરકામમાં ભ્રષ્ટાચારે ગંદકીથી ગામને લીધું બાનમાં ભુગર્ભ ગટર કામમાં મોટો ભ્રષ્ટાચારની બૂ આજસુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી

admin

ચુડા સોની સમાજની વાડી ખાતે હસી ખુશી ગ્રુપ દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવી

admin

Leave a Comment