આગામી દિવસોમાં આવતા નાતાલ (ક્રીસ્મસ) તહેવાર અનુસંધાને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશનના વાહન પાર્કિંગમાં બોમ્બ સ્કોડ અને ડોગ સ્કોડને તેમજ ક્વીક રીસ્પોન્સ ટીમને સાથે રાખી સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરતી વડોદરા શહેર એસ.ઓ.જી.
વડોદરા શહેરમાં કોઇપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી અગમચેતીના ભાગરૂપે એસ.ઓ.જી.ના પોલીસ અધિકારી/કર્મચારી, બોમ્બ સ્કોડ તેમજ ડોગ સ્કોડને સાથે રાખીને વડોદરા શહેરના સંયાજીગંજ વિસ્તારમાં આવેલ સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ જેમાં સેન્ટ્રલ બસ સ્ટેશનમાં આવેલ નાની મોટી દુકાનો મોલ, શોપીંગ સેન્ટર, સિનેમા અને આજુબાજુમા પાર્ક કરેલ વાહનોની તથા બસ સ્ટેશનના બેઝમેન્ટ પાર્કિંગની સાથો સાથ જુદા-જુદા શહેરો તથા ગામો માંથી મોટા પ્રમાણમા આવતા લોકો સરસામાન સાથે મુસાફરી કરતા હોય છે જેથી અણ બનાવ બનવાની શકયતા વધી જાય છે. બસ સ્ટેશન ખાતે પાર્ક કરેલ મોટર સાયકલ, ફોર વ્હીલર ઉપર સાવચેતી પુર્વક અસરકારક ચેકિગ કરેલ છે તેમજ બસ સ્ટેશનના પ્રવેશષ્વારો ઉપર લોકોના સ્કેનિંગથી લઇને આવતાં-જતાં લોકોની સુરક્ષા અને સલામતી બાબતે જરૂરી સુચનાઓ આપવામાં આવેલ. આ ચેકીંગની કામગીરી દરમ્યાન કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ મળી આવેલ નથી કે ગુન્હાહિત ગતિવિધી જોવા મળેલ ન હતી.
આગામી નાતાલ (ક્રિસ્મસ) તહેવારના દિવસોને ધ્યાનમાં રાખી વડોદરા શહેરમાં વધુ ઉત્સાહથી ઉજવાતા આ તહેવારને માણવા સારૂ બહારના શહેરો અને ગામથી આવતા નાગરીકોની સુરક્ષાને વધુ ગંભરતાથી લઇ વડોદરા શહેર એસ.ઓ.જી. ધ્વારા અગમચેતીના ભાગરૂપે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને આવતાં-જતાં લોકોની સુરક્ષા અને સલામતી બાબતે સીકયુરીટીના કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં પણ વડોદ

