મીટીંગ પર મીટીંગ પણ કોઈ નિરાકરણ નથી …
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું તેના નિવારણ માટે પગલાં ભરવા રાજ્ય સરકારે કમિટીનું ગઠન કર્યું છે. જે સંદર્ભે આજરોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સમીક્ષા બેઠક મળવા પામી હતી. જેમાં કમિટી અધ્યક્ષ બી એન નવલાવાલા , મુખ્યમંત્રીના સલાહકાર એસ એસ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વામિત્રીમાં પૂર આવ્યું તે બાબતે શું પગલાં ભરી શકાય તે બાબતે ચર્ચા થઇ હતી. ખાસ કરીને આજવા ડેમ, પ્રતાપપુરા ડેમ, વિશ્વામિત્રી નદીમાં પૂરના સમયે કઈ રીતે પાણી ઓછું કરી શકાય તે બાબતે એક્સપર્ટ સાથે સમીક્ષા કરી છે.

