36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત, સ્કૂલો બાદ નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

વડોદરા શહેરમાં બોમ્બથી ઉડાવવાની ધમકીઓનો માહોલ યથાવત રહેતા ગઈકાલે સ્કૂલો બાદ આજે નવી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા કોર્ટ પરિસરમાં તાત્કાલિક અફરાતફરી મચી હતી.

માહિતી મળતા જ પોલીસ તંત્ર દ્વારા કોર્ટ બિલ્ડિંગને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યું અને ત્યાં હાજર વકીલો, કર્મચારીઓ તેમજ અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

ધમકીની જાણ થતા જ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા કોર્ટ પરિસર અને આસપાસના વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુઓ માટે સઘન ચકાસણી કરવામાં આવી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ધમકી કઈ રીતે અને ક્યાંથી મળી તે અંગે તપાસ ચાલુ છે. સતત મળતી ધમકીઓના પગલે શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો બંદોબસ્ત વધારવામાં આવ્યો છે.

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સેસ અશોકા રાજે સ્કૂલમાં બાળકો દ્વારા સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન

admin

ગંભીરા બ્રિજ તૂટી પડ્યા બાદ તાત્કાલિક ધોરણે વૈકલ્પિક માર્ગ બનાવવાની માંગ

admin

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના રોઝરી ચર્ચ ખાતે પ્રભુ ઈસુના જન્મદિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી

admin

Leave a Comment