Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સેસ અશોકા રાજે સ્કૂલમાં બાળકો દ્વારા સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશનનું આયોજન

માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સેસ અશોકા રાજે સ્કૂલમાં બાળકો દ્વારા સાયન્સ પ્રોજેક્ટ એક્ઝિબિશન નું આયોજન કરવામાં આવ્યું હતું, બાળકો દ્વારા ૨૦૦ જેટલા અવ- નવા પ્રોજેક્ટ બનાવીને હાજર રહેલ વાલીઓ, બાળકો તેમજ અન્ય લોકો ને દરેક સાયન્સ પ્રોજેક્ટ વિશે બાળકોએ સમજૂતી આપી હતી. હાજર રહેલ વાલીઓ દ્વારા જણાવ્યું હતું કે આવનારા દિવસો માં ડિજિટલ યુગ મા સાયન્સ ટેકનોલોજી નો ખુબ વિશાળ પ્રમાણમાં લોકો ઉપયોગ કરતા થશે તેથી અત્યારે જ બાળકો ને આવી માહિતી દ્વારા જાગૃત થાય છે એ ખૂબ સારી બાબત છે. ભવિષ્યમાં આ બાળકો ભારત દેશના વિકાસમાં ખૂબ મહત્વનો ફાળો સાબિત થશે. અને દરેક વાલીઓ પોતાના બાળકો આવા પ્રોજેક્ટ બનાવી અને લોકોને સમજાવતા જોઈને વાલીઓ ખૂબ પ્રભાવિત થયા હતા.

Related posts

સ્માર્ટ શાસકો અને સ્માર્ટ તંત્ર દ્રારા વરસાદી કાંસો અને ઝૂંપડપટ્ટીને છુપાવવામાં આવી

admin

વડોદરા શહેરના તરસાલીથી કપુરાઈ તરફ જતાં માર્ગ પર ગંભીર ત્રિપલ અકસ્માત સર્જાયો

admin

વડોદરા તાંદલજા ખાતે કુત્રિમ તળાવ બનાવવા આવેલ કોર્પોરેશનનો વિરોધ કરવામાં આવ્યો

admin

Leave a Comment