37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

31 ડિસેમ્બરને લઈ બુટલેગરો સક્રિય, છાણી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ગોડાઉન ઝડપી પાડ્યું

નવું વર્ષ નજીક આવતાં જ બુટલેગરો ફરી સક્રિય બન્યા હોવાનો વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. વડોદરા શહેરના દશરથ–ઇન્દિરા નગરી રોડ ઉપર આવેલ શિવ એસ્ટેટના ગોડાઉનમાં છાણી પોલીસે દરોડો પાડી વિદેશી શરાબનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે.

પોલીસે દરોડો પાડતાં જ ગોડાઉનમાં સંગ્રહિત શરાબનો જથ્થો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તપાસ દરમિયાન ત્યાંથી અધધ… 16,752 પેટી વિદેશી શરાબ મળી આવી હતી. પોલીસે અંદાજે રૂ. 32.33 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર કેસમાં શરાબની હેરાફેરી સાથે સંકળાયેલા રાજસ્થાનના પ્રકાશ સિયારામને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. છાણી પોલીસ દ્વારા બુટલેગિંગના આ નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરવામાં આવી છે.

31 ડિસેમ્બરની ઉજવણી પૂર્વે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

Related posts

વણકર યુવા પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન, યુવાનોને એકતાનો સંદેશ

admin

પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં સંડોવાયેલ વધુ બે આરોપીઓ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા

admin

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વર્ષોથી મેઇન રોડ પર ગટર ઉભરાવાની સમસ્યા

admin

Leave a Comment