વડોદરામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં વધુ એક કિશોર ડૂબી જવાથી લાપતા છે,વેમાલી પાસેથી પસારથી કેનાલ પાસે રમતા કિશોરો પૈકી 12 વર્ષના કિશોરનો પગ લપસતાં કેનાલમાં ડૂબ્યો હતો,ઘટનાની જાણ વડોદરા ફાયરબ્રિગેડને કરવામાં આવતા જ લાશ્કરોએ લાપતા કિશોરની શોધખોળ શરૂ કરી હતી જોકે હજી સુધી ડૂબી ગયેલ કિશોરનો કોઈ પતો લાગ્યો હતો,ફાયરબ્રિગેડ હજી પણ શોધખોળ કરી રહયુ છે,ત્યારે વડોદરા પાસેથી પસાર થતી નર્મદાની ખુલ્લી કેનાલ મોતની કેનાલ બની રહી છે,કેનાલમાં પડવાથી અગાઉ પણ અનેક યુવાનો અને બાળકોએ જીવ ગુમાવ્યા છે તેમ છતાંય કેનાલ પાસેનો એરિયા રીસ્ટિકેટ રાખવામાં આવ્યો નથી તેને લઇને પણ સવાલો ઉઠી રહ્યા છે.

