વડોદરા શહેરના ચક્લીસર્કલ ખાતે બ્રિજ ઉપરથી ઉતરતા સમયે બેકાબુ બનેલ કારે ટ્રાફિક સિગ્નલ ઉપર ઉભા રહેલ લોકોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ કાર અને બે ટુ વહીલર વાહનને નુકશાન પહોંચ્યું છે. જયારે એક ટુ વહીલર ચાલક ઈજાગ્રસ્ત બનતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયો હતો. ઘટનાના પગલે લોકોએ કાર ચાલક ઉપર આક્રોશ ઠાલવ્યો હતો. તો વળી બ્રિજ ડિઝાઇનમાં ખામી બાબતે પણ પ્રતિક્રિયા આપી હતી. ઘટનાની જાણ થતા પોલીસ પણ સ્થળ ઉપર દોડી ગઈ હતી.
previous post

