43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી વૃક્ષો કાપતા ઝડપાયા

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વૃક્ષોના ટ્રીમિંગ માટેની પરમિશન લઈ આશરે 60 થી 70 ફૂટ ઊંચા બે વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા હતા. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી વૃક્ષો કાપનાર વ્યક્તિ પાસે વૃક્ષો કાપવા માટેની પરમિશન માટેનો કાગળ માગતા તેઓ દ્વારા વૃક્ષોને ટ્રીમિંગ કરવા અંગેનો કાગળ બતાવી સંપૂર્ણ વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. તેઓ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ અંગે ગાર્ડન શાખાના અધિકારીઓ દ્વારા સ્થળ સ્થળ પરથી વૃક્ષોના કપાયેલા લાકડા સાથે ટેમ્પોને સીઝ કરી ગાર્ડન શાખાની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો તથા વધુ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

માઊઝર લઈને ફરતો માથાભારે આરોપી ઝડપાયો

admin

મહેદવીયા સ્કૂલ,ડભોઈ ખાતે શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

admin

20થી 30 જૂન દરમિયાન પંડ્યા બ્રિજ બંધ રહેશે

admin

Leave a Comment