સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ આજ થી એટલે કે તા.૧૫ ફેબ્રુઆરી , શનિવારથી સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનની ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડ પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે વડોદરામાં ૧૦ કેન્દ્રો પર ધો.૧૦ અને ધો.૧૨ના ૮૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા પહોંચ્યા છે. આજે CBSE બોર્ડ માં પ્રથમ અંગ્રેજી વિષય નું પેપર હોય વિદ્યાર્થીઓ પૂરતી તૈયારી સાથે પરીક્ષા આપવા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ ૫૩ સીબીએસઈ સ્કૂલો આવેલી છે.

