છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાની નામાંકિત સનરાઈઝ શાળામાં શિક્ષક દિનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળાઓમાં વિદ્યાર્થીઓએ શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી શિક્ષક દિનની ઉજવણી કરાઇ હતી. જેમાં સમગ્ર શાળાનું શિક્ષણકાર્ય વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક કર્યું હતુ. આચાર્ય, શિક્ષક, કલાર્ક, પટ્ટાવાળા સહિતની કામગીરી વિદ્યાર્થીઓએ આનંદથી કરી હતી.
આ દિવસ દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મહાન શિક્ષાવિધ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ હોય છે. જે એક શિક્ષક હતા. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત શિક્ષાવિધ અને મહાન દાર્શનિક હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને 27 વાર નોબેલ પુરસ્કાર માટે નામાકિંત કરવામાં આવ્યા હતા. 1954 માં તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. તેમણે પોતાના વિદ્યાર્થીઓને જન્મદિવસને શિક્ષક દિવસના રૂપમાં ઉજવવાની ઈચ્છા બતાવી હતી. તેથી આ દિવસને ભારતમાં શિક્ષક દિવસના રૂપમાં મનાવાય છે.

