વડોદરાના દશરથ ખાતે પકડાયેલા અઢી કરોડના દારૂના કેસમાં છાણી પીઆઈને સસ્પેન્ડ કરાયા છે.જ્યારે કેસની તપાસ એસીપીને સોંપાઈ છે.
વડોદરાના દશરથ ગામ પાસે આવેલા બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાંથી સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પોતાના અત્યાર સુધીના ઈતિહાસમાં ઝડપેલા સૌથી મોટા 2.44 કરોડના દારૂના જથ્થાના કેસમાં પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે છાણી પીઆઈ એ.પી.ગઢવીને સસ્પેન્ડ કરતો હુકમ કર્યો છે. જ્યારે મામલાની તપાસ ACP લેવલના અધિકારીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તપાસમાં દોષિત અને બેદરકારી રાખનાર તમામ સામે કડક પગલા ભરવામાં આવશે.ઝડપાયેલા આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. પોલીસના જણાવ્યા અનુસાર, 2636 બોક્સમાં મળેલી 1,26,552 બોટલ ગોવાથી મગાવવામાં આવી હતી.

