Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટા ઉદેપુર જીલ્લાનો પ્રજાસતાક દિનનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જેતપુર પાવી ખાતે યોજાશે

ભારતભૂમિના 76 માં પ્રજાસતાકદિન નિમિતે આખા દેશમાં પ્રજાસતાક દિનની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે છોટા ઉદેપુર જીલ્લાના જીલ્લા કક્ષાની પ્રજાસતાક દિનની ઉજવણી માટેની તૈયારીઓ ચાલુ થઈ ગયેલ છે. છોટા ઉદેપુર જીલ્લાના જીલ્લા કક્ષાની પ્રજાસતાક દિનનો કાર્યક્રમ જેતપુર પાવી ખાતે રતનપુર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ રાજ્ય કક્ષાના મત્રી શ્રી ભીખુસિંહજી સી પરમારના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવશે. જેમાં અધિકારીઓ, કર્મચારીઓ, ધારાસભ્યોશ્રી, જીલ્લા પંચાયત સભ્યોશ્રી, તાલુકા પંચાયત સભોશ્રી, સરપંચશ્રીઓ તથા સામાન્ય જનતા મોટીસંખ્યામાં હાજરી આપશે.

જિલ્લા કક્ષાનો મુખ્ય ઘ્વજવંદન કાર્યક્રમ જેતપુર પાવી તાલુકા મથકે એટલે કે, રતનપુર ગ્રાઉન્ડ ખાતે સવારે 9:00 કલાકે રાખવામાં આવેલ છે.

ઘ્વજવંદન કાર્યક્રમ :-

સવારે 8:00 કલાકે – બાબા સાહેબ આંબેડકર સ્મારક પાસે

સવારે 8:15 કલાકે – શ્રીમતી વી. આર.શાહ સાર્વજનિક હાઇસ્કુલ ખાતે

સવારે 8:30 કલાકે – જેતપુર ગ્રામ પંચાયતનો તીનબત્તી ખાતે

સવારે 9:00 કલાકે – જિલ્લા કક્ષાનો રતનપુર ગ્રાઉન્ડ ખાતે.

તો આ રાષ્ટ્રીય પર્વના સહભાગી બનવા હાર્દિક આમંત્રણ છે.

વિમલ રાઠવા, જેતપુર પાવી

Related posts

છોટાઉદેપુર દરબાર હોલ ખાતે શિક્ષણ દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

admin

જેતપુરપાવીના મોટી રાસલી ગામે ભારજ બ્રિજના ડ્રાઇવર્જન પાસે બોલેરો પીકપ ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને પકડી પાડતી જેતપુરપાવી પોલીસ.

admin

વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં રાજય બહારના નાસતા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

admin

Leave a Comment