પોકેટકોપની મદદથી આંતર રાજ્ય ગેંગના એક ઇસમને પકડી પાડી આંતર જીલ્લા તેમજ છોટાઉદેપુર જીલ્લાના નસવાડી, બોડેલી, કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ મોટર સાયકલો સાથે રાજ્ય બહારના એક ઇસમને મુદ્દામાલ સાથે પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ……
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ મિલકત સંબંધી વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સૂચના કરેલ……..
જે અન્વયે એમ.એફ.ડામોર પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓને સાથે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે,
આજથી અઠવાડીયા પહેલા નસવાડી ટાઉન વિસ્તારમાં માંથી ચોરાયેલ એક વાદળી કલરની રજીસ્ટ્રેશન નંબર GJ-22-R-7656 ની ૨૨૦ સર મોટર સાયકલ લઈને એક ઇસમ સુરખેડા ગામ બાજુથી છોટાઉદેપુર આવનાર છે ડોન બોસ્કો હાઇસ્કુલ છોટાઉદેપુર અલીરાજપુર હાઇવે રોડ ઉપર વોચમા હતા તે દરમ્યાન ઉપરોક્ત બાતમી હકીકત વાળી મોટર સાયકલ લઈને આવતા તેને હાથ વડે ઇશારો કરી રોકવાનો પ્રયત્ન કરેલ પરંતું તેઓ રોકાયેલ નહી અને પોતાની મોટર સાઇકલ થોડે દુર ઉભી રાખી ભાગવા લાગેલ જેથી તેનો પીછો કરી તેમને કોર્ડન કરી પકડી પાડેલ તેનુ નામઠામ પુછતા તે પોતાનું નામ કૈલાશભાઇ સમદુભાઇ જાતે-તોમર રહે.કોલીયારી હોળી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાનો હોવાનું જણાવેલ ……..
જેથી પકડાયેલ ઇસમ પાસેથી મળી આવેલ 220 મોટર-સાયકલ જેનો રજી.નંબર GJ-22-R-7656 ની માલીકી બાબતે કોઇ આધાર પુરાવો માંગતા તે પોતાની પાસે નહી હોવાનું જણાવેલ જેથી પકડાયેલ મોટર સાયકલ કોઇ જગ્યાએથી ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનું જણાઇ આવેલ જેથી પકડાયેલ મોટર સાયકલનો ચેસીસ નંબર MD2A13EX8RCM42376 તથા એન્જીન નંબર-DKXCRM09398 આધારે પોકેટકોપ મોબાઇલ થી સર્ચ કરતા મોટર સાયકલના માલીક સુખરામભાઈ જમનાદાસ ભીલ રહે.કેસરપુરા ટાકી ફળીયા તા-તિલકવાડા જીલ્લો નર્મદાનો હોવાનું જણાય આવેલ છે.સદર મોટર સાયક્લ બાબતે પુછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી આશરેક દશેક દિવસ પહેલા નસવાડી ટાઉનમાંથી રાત્રી દરમ્યાન તેઓ તથા તેમના મિત્રો (૧) મહેશભાઇ રામસિંગભાઇ ચૌહાણ રહે-મોટી વડોઈ
ધમોરીયા ફળીયા તા-કઠીવાડા જીલ્લો-અલીરાજપુર (૨) રૂજલાભાઇ મોહનીયાભાઇ તોમર રહે-નાની વડોઈ પટેલ ફળિયા તા-કઠીવાડા જિલ્લો-અલીરાજપુર નાઓ ત્રણેય ભેગા મળી રાત્રીના સમયે ચોરી કરેલ હોવાનું જણાવેલ. મોટર સાયકલ ચોરી બાબતે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા નસવાડી પો.સ્ટે A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૫૦૩૯૮/૨૦૨૫ BNSSની કલમ ૩૦૫ (ખ) મુજબનો ગુનો તા.૨૬/૦૩/૨૦૨૫ ના કલાક ૧૯/૧૦ વાગ્યે દાખલ થયેલ હોય….
જેથી પકડાયેલ ઇસમને વિશ્વાસમર્મા લઇ યુકતી-પ્રયુકતીથી પુછતા તેઓ તથા તેમના મિત્રો (૧) મહેશભાઇ રામસિંગભાઇ ચૌહાણ રહે-મોટી વડોઈ ધમોરીયા ફળીયા તા-કઠીવાડા જીલ્લો-અલીરાજપુર તથા (૨) રૂજલાભાઇ મોહનીયાભાઇ તોમર રહે-નાની વડોઈ પટેલ ફળિયા તા-કઠીવાડા જિલ્લો-અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓએ ભેગા મળી ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાઓ માંથી જુદી-જુદી જગ્યાએથી મોટર સાયકલોની ચોરી કરેલાની કબુલાત કરતા હોય અને તે ચોરી કરેલી મોટર-સાયકલો અલગ-અલગ જગ્યાએ સંતાડી રાખેલ હોય જેથી પકડાયેલ કૈલાશભાઇ સમદુભાઇ જાતે-તોમર રહે.કોલીયારી હોળી ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (મધ્યપ્રદેશ) નાઓના મોટા ભાઇ નાઓનો સંપર્ક કરી મોટર સાયકલો જેતે જગ્યાએ સંતાડી રાખેલ ત્યાંથી મંગાવતા તે મોટર સાયકલો લાવી અત્રે છોટાઉદેપુર એલ.સી.બી.ઓફીસ ખાતે રજુ કરતો હોય જે તમામ મોટર સાયકલો જોઈ તપાસી ખાત્રી કરતા નીચે મુજબની વિગતની જણાય આવેલ.
(૧) એક હોન્ડા કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી સાઇન ૧૨૫ ની આગળ પાછળ કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી જેનો ચેચીસ નંબર જોતા ME4JC85JCRD192483 છે તથા એન્જીન નંબર જોતા JC85ED3277759 નો છે જેને પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-33-J-4335 નો છે. સદર મો.સા.બાબતે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા નસવાડી પો.સ્ટે A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૫૦૩૯૮/૨૦૨૫ BNSSની કલમ ૩૦૫ (ખ) મુજબનો ગુનો તા.૨૬/૦૩/૨૦૨૫ ના કલાક ૧૯/૧૦ વાગ્યે દાખલ થયેલ છે.
(૨) એક હોન્ડા કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી સાઇન ૧૨૫ ની આગળ પાછળ કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી જેનો ચેચીસ નંબર જોતા ME4JC856MLD089085 છે તથા એન્જીન નંબર જોતા JC85ED0257909 નો છે જેને પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-34-J-9003 નો છે. સદર મો.સા.બાબતે નસવાડી પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા નસવાડી પો.સ્ટે A પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૭૨૫૦૪૩૩/૨૦૨૫ BNSSની કલમ ૩૦૫ (ખ) મુજબનો ગુનો તા.૦૬/૦૪/૨૦૨૫ ના કલાક ૦૯/૧૦ વાગ્યે દાખલ થયેલ છે.
(૩) એક હોન્ડા કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી સાઇન ૧૨૫ ની આગળ પાછળ કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી જેનો ચેચીસ નંબર જોતા ME4JC737FJT057061 છે તથા એન્જીન નંબર જોતા JC73ET2103890 નો છે જેને પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-05-SH-1450 નો છે. સદર મો.સા.બાબતે સરથાણા પોલીસ સ્ટેશન (સુરત શહેર) ખાતે ખાત્રી તપાસ કરતા સરથાણા પો.સ્ટે A પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૦૦૦૮૨૩૧૪૮૨/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૧૪/૦૯/૨૦૨૩ ના કલાક ૧૫/૪૦ વાગ્યે દાખલ થયેલ છે.
(૪) એક હોન્ડા કંપનીની કાળા કલરની લાલ પટ્ટાવાળી સાઇનની આગળ પાછળ કોઇ રજીસ્ટ્રેશન નંબર લખેલ નથી જેનો ચેચીસ નંબર જોતા ME4JC36JGD7517539 છે તથા એન્જીન નંબર જોતા JC36E77779836 નો છે જેને પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-21-AL-4510 નો છે. સદર મો.સા.બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા નવસારી રૂરલ પો.સ્ટે ફસ્ટ પાર્ટ ગુ.ર.નં.૧૮૯/૨૦૧૩ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૩૧/૦૮/૨૦૧૩ ના રોજ દાખલ થયેલ છે.
(૫) એક હિરો કંપનીની કાળા કલરની સીલ્વર પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ મો.સા.જેના આગળ પાછળ રજી.નં.વગરની જેનો ચેચીસ/એન્જીન નંબર જોતા અવાચ્ય જણાઇ આવેલ છે સદર મોટર સાયકલ બાબતે પુછપરછ કરતા જણાવેલ કે આજથી આશરે બે વર્ષ પહેલા અલીપુરા પોલીસ ચોકીથી ડભોઇ બાજુ થોડા આગળ જઈને જમણી બાજુ જતા એક સોસાયટી માંથી ચોરી કરેલ સદર મો.સા.બાબતે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા બોડેલી પો.સ્ટે.એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૪૦૦૧૨૩૦૮૯૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો તા.૧૮/૦૬/૨૦૨૩ ના કલાક ૨૦/૪૦ વાગ્યે દાખલ થયેલ છે.
(૬) એક હિરો કંપનીની કાળા કલરની સીલ્વર પટ્ટાવાળી સ્પ્લેન્ડર પ્લસ મો.સા. રજી.નં. GJ-21-D-A-3160 નો છે જેનો ચેચીસ નંબર જોતા MBLHAW122N5C17159 છે તથા એન્જીન નંબર જોતા HA11EYNSC નો છે જેને પોકેટકોપ મોબાઇલથી સર્ચ કરતા જેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ-21-D-A-3160 નો છે. સદર મો.સા.બાબતે ચિખલી પોલીસ સ્ટેશન ખાતે ખાત્રી તપાસ કરતા ચિખલી પો.સ્ટે મોટર સાયકલ ચોરી બાબતે અરજી આપેલ હોવાનું જણાઇ આવેલ છે.
તેમજ ઉપરોકત પકડાયેલ ઇસમને વિશ્વાસમાં લઇ ઉડાણ પુર્વક યુકતી-પ્રયુકતીથી પુછપરછ કરતા તેઓ તથા તેમના મિત્રો ભેગા મળી નિચે મુજબની મોટર સાયકલોની ચોરી કરેલાની કબુલાત કરતો હોય જેથી ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ BNSS-૨૦૨૩ ની કલમ ૩૫ (૧) (ઈ) મુજબ અટકાયત કરેલ છે.
મોહસીન સુરતી છોટાઉદેપુર

